NASAએ ભારતને આપ્યાં મોટા ખુશખબર, જાણીને તમને પણ થશે ખુબ આનંદ 

ભારતમાં લોકડાઉનનો કડકાઈથી અમલ કોરોના સામે તો ફાયદો કરાવી રહ્યો છે પરંતુ દેશની આબોહવા સુધરી રહી છે તે પણ સૌથી મોટો ફાયદો છે. કારણ કે લોકડાઉન વગર આ કોઈ પણ પ્રકારે શક્ય જ નથી.

NASAએ ભારતને આપ્યાં મોટા ખુશખબર, જાણીને તમને પણ થશે ખુબ આનંદ 

નવી દિલ્હી: ભારતમાં લોકડાઉનનો કડકાઈથી અમલ કોરોના સામે તો ફાયદો કરાવી રહ્યો છે પરંતુ દેશની આબોહવા સુધરી રહી છે તે પણ સૌથી મોટો ફાયદો છે. કારણ કે લોકડાઉન વગર આ કોઈ પણ પ્રકારે શક્ય જ નથી. નાસાએ તસવીરો બહાર પાડીને ભારતને આ ખુશખબર આપ્યા છે. નાસાએ જણાવ્યું છે કે લોકડાઉનના પીરિયડે ભારતના વાયુમંડળને ફાયદો કરાવી આપ્યો છે અને ભારતમાં વાયુ પ્રદૂષણ ઓછું થયું છે. કોરોના મહામારી સામે લડી રહેલા દરેક દેશે લગભગ લોકડાઉનનો રસ્તો અપનાવ્યો છે. ભારતમાં લગાવવામાં આવેલા લોકડાઉનનો પ્રભાવ અનેક વિસ્તારોમાં જોવા મળ્યો છે. 

લોકડાઉનના કારણે ભારતની સૌથી મોટી સમસ્યા બની ચૂક્લા વાયુમંડળ પ્રદૂષણના સ્તરમાં પહેલા કરતા ખુબ ઘટાડો જોવા મળ્યો છે. લોકડાઉનના કારણે હવામાં શુદ્ધતાનું પ્રમાણ વધેલુ જોવા મળ્યું છે. 

વાયુમંડળમાં સ્વચ્છતાનું શ્રેય લોકડાઉનને
સ્પષ્ટ છે કે વાયુમંડળની સ્વચ્છતાનું શ્રેય લોકડાઉનને જાય છે. કારણ કે લોકડાઉને આખી દુનિયામાં વાયુમંડળના પ્રદૂષણને ઓછું કર્યું છે. નાસાના રિપોર્ટે જણાવ્યું છે કે માત્ર ભારતના વાયુમંડળમાં જ સુધારો જોવા મળ્યો છે એવું નથી ભારતની નદીઓનું પાણી પણ ચોખ્ખુ થઈ રહ્યું છે. અમેરિકી એજન્સી નાસાએ આ વાતની પુષ્ટિ કરતા એક ફોટો પણ બહાર પાડ્યો છે. 

નાસાએ ચાર વર્ષની તસવીરો બહાર પાડી
નાસાની શાખા અર્થ ઓબ્ઝર્વેટરીએ ભારતને આ સુખદ સમાચાર આપતા તેના પુરાવા પણ આપ્યા છે. આ માટે નાસાએ ચાર વર્ષની તસવીરો પોતાના રિપોર્ટમાં પ્રકાશિત કરી છે. આ તસવીરોના માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ભારતમાં પ્રદૂષણનું સ્તર ઘટ્યું છે. 

નાસાએ ફોટા શેર કરતા ભારપૂર્વક કહ્યું કે ભારતમાં લાગેલા લોકડાઉનના કારણે પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થયો છે. ભારતની આ તસવીરો અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ મોડરેટ રિઝોલ્યુશન ઈમેજિંગ સ્પેક્ટ્રોરેડિયોમીટર ટેરા સેટેલાઈટથી મેળવી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news